આજે મોટેભાગના લોકો દુનિયામાં સ્વાર્થી બની ગયા છે. જે પહેલા પોતાનો સ્વાર્થ જોવે છે અને પછી બીજા બધા કાર્યો. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક કે પોતાની ઈમાનદારી દાખવી. આજે બધા લોકો પોતાના સ્વાર્થ માટે જ કાર્યો કરતા હોય છે.
એવામાં જ એક ભલા માણસે ઈમાનદારીનું કાર્ય કર્યું છે. વિસ્તૃતમાં જણાવીશ તો જૂનાગઢમાં મનપાના સફાઈ કર્મચારીએ આવી ઈમાનદારી બતાવી ₹1,00,000 ની કિંમત નો મોબાઇલ ડસ્ટબીનમાંથી મળતા તેના માલિક સુધી પહોંચાડવામાં એ કર્મચારીએ સફળતા મેળવી અને ઈમાનદારીનું કાર્ય કર્યું.
ત્યારે હાલ તો ઘણા લોકોના લાખો રૂપિયાનો કિંમતી સામાન ક્યારેક ખોવાઈ જતો હોય છે.તો ક્યારેક ભૂલે ચૂકે ભૂલી જતા હોય છે તેવામાં ઘણા એવા લોકો એવા હોય છે કે જેઓ બીજાનું ભલું ઈચ્છતા હોય છે ત્યારે આ કર્મચારીએ કંઈક એવું જ કર્યું. આ કર્મચારી ભુરસીંગભાઇએ જ્યારે તેઓ રોજની જેમ તેમની વેન લઈને જુદા જુદા વિસ્તારોમાં જતા હતા.
તે દરમિયાન તેને એક ડસ્ટબિનમાંથી એક લાખ રૂપિયા નો કિંમતી મોબાઈલ મળ્યો. તેથી તેણે પોતાની ઈમાનદારી રાખવી ને તેના માલિક સુધી પહોંચાડવામાં સફળતા મેળવી. તેના માલિક રાયજીબાગ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ જેનો જ મોબાઈલ ડસ્ટબિનમાં પડી ગયો હતો.
આ ભૂર્સિંગભાઈએ સાચા માલિક સુધી મોબાઈલ પહોંચાડ્યો. તેઓ જ્યારે કચરો લેવા માટે આ કર્મચારી ગયા ત્યારે તેને એ મોબાઇલ મળ્યો હતો. તેથી તેના સાચા માલિક સુધી પહોંચાડીને ભુરસીંગભાઇએ સૌ કોઈ લોકોને સાચી રાહ ચીંધી છે.
તેના માણસ સુધી એ મોબાઇલ પહોંચાડ્યો ત્યારે એ મોબાઇલના માલિકે કર્મચારી નો ખુબ ખુબ આભાર માન્યો, ત્યારે આવા ભલાઈના કાર્યો કરવાથી ક્યારેક પુણ્યનું કામ પણ કહેવાય છે. એવામાં કર્મચારીએ સૌ કોઈ લોકોને એક નવી રાહ ચીંધી છે અને પ્રેરણા રૂપ કિસ્સો સાબિત થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment