ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અને અનેક જગ્યાએ તો નદી નાળાઓ છલકાઈ ગયા છે. ત્યારે આ વખતે પોરબંદર જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યારે રાણાવાવના વાળોત્રા ગામના બે યુવાનો તણાઈ ગયા છે. આ ઘટના બનતા જ મૃતક યુવાનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
મીણાસર નદી પરના કોઝવે પરથી બંને યુવાનો પાણીમાં તણાયા હતા. બંને યુવાનો બાઈક પર સવાર થઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. બંને યુવાનો બાઇક સાથે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. હાલમાં બંને યુવકોની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવાનો બાઇક પર સવાર થઈને મીણાસર નદી પરના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાણીના ભારે પ્રવાસે બંને મિત્રો બાઈક સાથે તણાઈ ગયા હતા. આ ઘટના બનતા ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. તરવૈયાઓ એ પાણીમાં બંને યુવાનોની શોધખોળ શરૂ કરી છે. આ પહેલા પણ આ કોઝવે પર અનેક લોકોની તણાઈ જવાની ઘટનાઓ બની છે. છતાં પણ લોકો બેદરકારીપૂર્વક અહીંથી પાણીમાંથી પસાર થાય છે.
બંને યુવાનોના પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જવાન દીકરાઓ પાણીમાં તણાઈ જવાના કારણે બંને ના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બંનેને માંથી હજુ સુધી એક પણના મૃતદેહ મળ્યા નથી. બંનેના મૃતદેહની શોધખોળ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment