દેશમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે આરોપીઓને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે દિલ્હીમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચારથી પાંચ યુવકોએ મળીને ભર બજારમાં હોટલ મેનેજમેન્ટના એક વિદ્યાર્થીનો જીવ લઈ લીધો છે.
જીવ લેવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના દિલ્હીના માલવીય નગરમાં ગુરૂવારના રોજ બની હતી. અહીં હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીનો જીવ લેવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ મયંક પવાર હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી.
DDA માર્કેટમાં ચારથી પાંચ યુવકોએ મળીને ધારદાર વસ્તુ વડે મયંક પર પ્રહાર કર્યા હતા. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવા કરવડ પર ભાગી રહ્યો છે. અને તેની પાછળ ચારથી પાંચ યુવકો તેને પકડવા માટે દોડી રહ્યા છે. ત્યારબાદ ભાગી રહેલા યુવકને પકડીને તેના ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે.
આસપાસ ઉભેલા લોકો યુવકને બચાવી નથી રહ્યા પરંતુ પોતાની જગ્યાએ ઊભા રહીને શાંતિથી આ દ્રશ્યો જોઈ રહ્યા છે. આરોપીઓ ભર બજારમાં લોકોની નજર સામે યુવકનો જીવ લઈને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના બન્યા બાદ મયંકના મિત્રો તેને હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને મયંકના મિત્રએ જણાવ્યું હતું, તે બંને બેગમ પુર એરિયામાં બેઠા હતા. આ દરમિયાન ચારથી પાંચ લોકો ત્યાં આવે છે અને તેની સાથે વાતચીતમાં બોલાચાલી થઈ જાય છે. વાત એટલી વધી ગઈ કે યુવકોએ મયંક ઉપર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. તેના કારણે મયંક અને તેનો મિત્રો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા હતા.
ભર બજારમાં હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીનો 4થી 5 યુવકોએ મળીને જીવ લઈ લીધો – જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/LD5FCTyS6m
— GUJJU ROCKZ (@gujju_rockz) August 13, 2022
આરોપીઓ પણ તેમનો પીછો કરતા કરતા DDA માર્કેટ પહોંચી ગયા હતા. ત્યાં આરોપીઓએ મયંકને ઘેરી લીધો હતો અને ત્યારબાદ ધારદાર વસ્તુ વડે મયંક પર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના બની આ બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment