તિરંગા યાત્રામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના મેયર પર ગુસ્સે થઈ ગયા, બધાની સામે મેયરને કહી દીધા એવા શબ્દો કે – જુઓ વિડિયો

મિત્રો હાલમાં વડોદરા નો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તિરંગા યાત્રામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના મેયરને ગુસ્સામાં એવા શબ્દો કહી દીધા કે, ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના વડોદરા શહેરમાં સોમવારના રોજ યોજાયેલી તિરંગા યાત્રામાં બની હતી. તિરંગા યાત્રામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુસ્સામાં વડોદરાના મેયર કેયુર રોકડિયાને કહે છે કે, દૂર ઊભા રહો ભાઈ. આ શબ્દો સાંભળીને તમામ લોકો ચોકી ઉઠ્યા હતા.

વાયરલ થયેલો વિડિયો જોઈને ઘણા લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, તિરંગા યાત્રામાં ખૂબ જ ભીડ હતી.

ભીડના કારણે મેયરનો ધક્કો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને વાગ્યો હતો. જેના કારણે ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના મેયર કેયુર રોકડિયા પર ગુસ્સે થઈ ગયા હતા. ગુસ્સામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મેયરને કહ્યું કે, દૂર ઊભા રહો ભાઈ. હર્ષ સંઘવીના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકો કોમેન્ટો કરી રહ્યા છે અને અલગ અલગ મિમ્સ બનાવી રહ્યા છે. વડોદરાના મેયર કેયુર રોકડિયા સતત વિવાદોમાં રહે છે. અગાઉ પણ પાટીદાર બિઝનેસ સમિટ 2020 ના પ્રમોશનલ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વડોદરા ના મેયર કેયુર રોકડિયા ને રખડતા ઢોરોના મુદ્દે રોકડુ પરખાવી દીધું હતું.

સી આર પાટીલે કેયુર રોકડિયા ને કહ્યું હતું કે, કેયુર હવે તમે મીટીંગ બંધ કરો. જ્યારે તમે મેયર બન્યા ત્યારે મને તેવું લાગતું હતું કે કેયુર યુવાન છે એટલે ખૂબ જ ઝડપથી કામ કરશે. પરંતુ આટલું ધીમું કામ તમારું નહીં ચાલે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*