આદિવાસી સમાજના લોકો તેમના બાળકોને સરકારી શાળામાં મોકલે છે, ત્યાં કોઈ શિક્ષણ નથી, તેથી તેમના બાળકો ગરીબ અને પછાત રહે છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થતી જોવા મળી રહે છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવા માટેની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે અરવિંદ કેજરીવાલે આદિવાસી સમાજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આજે આદિવાસી સમાજ એટલો પછાત એટલે રહી ગયો છે કેમ કે શિક્ષણનો અભાવ છે.

દિલ્હીમાં અમે શાનદાર સરકારી સ્કૂલ બનાવી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે એટલે હું ગેરંટી આપું છું કે, દરેક આદિવાસી ગામમાં સારી, શાનદાર અને પ્રાઇવેટ સ્કુલ કરતાં પણ વધારે સારી સ્કૂલો બનાવશો. હું પોતે તેનું સુપરવીઝન કરીશ. તમારા બાળકોને સારું શિક્ષણ મળે તે મારી જવાબદારી છે. દિલ્હીમાં અમે મોહલ્લા ક્લિનિક બનાવ્યા છે, દિલ્હીમાં બે કરોડ લોકો રહે છે આ મોરલા ક્લિનિકમાં દરેક વ્યક્તિઓનો ઈલાજ મફત થાય છે. પછી દવા હોય કે કોઈ મોટું ઓપરેશન બધી ઈલાજની સુવિધા મફતમાં મળે છે.

તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર પડે તો તમારો એ ઈલાજ પણ મફત થશે અને તેના પૈસા સરકાર ચૂકવશે. અરવિંદ કેજરી વાલે કહ્યું કે દિલ્હીમાં અમીર હોય કે ગરીબ દરેકને મફત આરોગ્ય સેવા આપવામાં આવી છે. દિલ્હીમાં મોટામાં મોટું ઓપરેશન પણ મફત થાય છે, એવી જ વ્યવસ્થા અમે આદિવાસી સમાજ માટે કરશું. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખોલીને જેમાં દરેક લોકોનો ઈલાજ મફત થશે.

અરવિંદ કેજરી વાલે કહ્યું કે આદિવાસી સમાજને જાતિનું પ્રમાણપત્ર લેવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પદે પડે છે. તેથી અમે તે પ્રક્રિયા પણ આસાન કરશો. જેના કારણે આદિવાસી સમાજના લોકોને જાતિનું પ્રમાણપત્ર લેવામાં મુશ્કેલી ન પડે. અરવિંદ કેજરી વાલે વધુમાં જણાવ્યું કે જે આદિવાસી ખૂબ જ ગરીબ છે અને જેની પાસે રહેવા માટે ઘર નથી તે લોકોને અમે ઘર બનાવી આપશો. ગામડામાં રોડ રસ્તા બનાવવામાં આવશે. અરવિંદ કેજરી વાલે કહ્યું કે તેની સાથે જે જે બીજી ગેરેન્ટીઓ દરેક સમાજ માટે જાહેર કરવામાં આવી છે તે તેમના પર પણ લાગુ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*