આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં જીવ ટૂંકાવા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી અને યુવકે કયા કારણસર આ પગલું ભર્યું તેનું પણ કોઈ કારણ જાણવા મળ્યું નથી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, યુવકને તેની પત્ની છોડીને ચાલી ગઈ હતી. પત્નીના અલગ થવાના કારણે યુવક ખૂબ જ પરેશાન રહેતો હતો.
અગાઉ પણ તેને બે વખત પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના રતીબાદની હરીનગર કોલોનીમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં લકી નામના 22 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટકાવ્યું હતું. બે વર્ષ પહેલા લકીના લગ્ન આરતી નામની યુવતી સાથે થયા હતા.
આઠ મહિનાનો એક દીકરો પણ છે. એક મહિના પહેલા લકીની પત્ની આરતી લખીને મૂકીને પિયરમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ લકી ખૂબ જ તણાવવામાં આવી ગયો હતો. પત્નીથી અલગ થવાથી તે એટલો પરેશાન હતો કે તેને બે વખત પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગુરૂવારના રોજ લકી ઘરે એકલો હતો. લકીની માતા અને તેનો નાનો ભાઈ કામ પર ગયા હતા. લગભગ ચાર વાગ્યાની આસપાસ નાનો ભાઈ કામ પરથી ઘરે પરત ફર્યો ત્યારે તેને ઘરે તાળું જોયું હતું. તેથી તેને પોતાના મોટાભાઈને બૂમ પાડી પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં.
ત્યારે દરવાજો તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યારે રૂમમાં લકીનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળ્યું હતું. ત્યારબાદ નાનો ભાઈ મોટાભાઈને નીચે ઉતારીને સારવાર માટે લઈ ગયો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે લખીને મૃત જાહેર કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment