કળિયુગી માં: દીકરીને બાલ્કનીમાંથી ફેંકી દીઘી નીચે, જુઓ લાઈવ વિડીયો

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક માતાએ પોતાના બાળક સાથે એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ઘટનામાં એક માતાએ પોતાના બાળકીનો જીવ લઈ લીધો છે. તેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ સમગ્ર ઘટના કર્ણાટકમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક માતા તેની ચાર વર્ષની દીકરીને ચોથા માળેથી નીચે ફેંકી દે છે. આ ઘટનામાં ચાર વર્ષના બાળકીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે 4 ઓગસ્ટના રોજ આ ઘટના કર્ણાટકમાં બની હતી. મળતી માહિતી અનુસાર 4 ઓગસ્ટના રોજ બેંગ્લોર સેન્ટર ડિવિઝનના એસ.આર નગરના એક એપાર્ટમેન્ટમાં એક માતાએ પોતાના ચાર વર્ષની દીકરીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી.

માતાની કુરુરતા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકોનું કાળજું કંપી ઉઠયું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચાર વર્ષની  બાળકી બોલવામાં અને સાંભળવામાં અસમર્થ હતી. આ બાબતને લઈને તેની માતા ખૂબ જ પરેશાન અને દુઃખી રહેતી હતી. જેને લઈને માતાએ પોતાના બાળકીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો અને પોતાના જ બાળકીને ચોથા માળેથી નીચે ફેંકી દીઘી હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી માતાની ધરપકડ કરી લીધી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. આ વિડીયો Youtube ઉપર Nation 18 નામની ચેનલ પર મૂકવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*