આગામી પાંચ દિવસ કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણું આજે ક્યાં પડશે વરસાદ…

ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ આવ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7 અને 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થઈ હતી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

તેવામાં આજરોજ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આજરોજ રાજ્યમાં 11 જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજરોજ અમદાવાદ શહેરમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ, ખેડા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, છોટે ઉદયપુર, દાહોદ અને નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 ઓગસ્ટના રોજ ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને 7 ઓગસ્ટના રોજ રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 8 ઓગસ્ટના રોજ નવ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની પ્રબળતાઓ વધારે છે. 6 ઓગસ્ટ થી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યના અમુક વિસ્તારોમાં તો 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. જેના કારણે નર્મદા અને તાપી નદીના જળ સપાટીમાં વધારો થશે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદે ખાદકી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*