ધોધમાર વરસાદને લઈને કરવામાં આવી મોટી આગાહી…, ભારે ઉકળાટ બાદ રાજ્યમાં આ તારીખે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી…

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા થોડાક દિવસોથી વરસાદે બ્રેક લીધો છે. જેના કારણે ફરી એક વખત રાજ્યની જનતાને ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ મહિનાની પહેલી તારીખથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

ત્યારે આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં આગામી બે દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં ઘણો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં 1 ઓગસ્ટના રોજ સુરત જિલ્લાના ઉમરપાડામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 84 તાલુકામાં વરસાદી ઝાપટા આવ્યા હતા.

બે તારીખના રોજ લગભગ 77 તાલુકામાં વરસાદી ઝાપટા આવ્યા હતા અને વડોદરા જિલ્લાના કરજણમાં અઢી ઇંચ, નવસારીના વાસદમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે 5 અને 6 તારીખમાં એક વરસાદનો નાનો રાઉન્ડ આવે તેવી પૂરી શક્યતાઓ છે. આ વરસાદી રાઉન્ડમાં દક્ષિણે ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

ખાસ કરીને આ નાના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ અને નર્મદા વગેરેમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણામાં વરસાદ રહેશે તેવી શક્યતાઓ છે.

ખાસ નોંધ : આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે. જેમાં વરસાદની આગાહીમાં ફેરફાર થઈ શકે છે. હવામાન સંબંધી તે તમામ પરિસ્થિતિમાં હંમેશા ભારતીય હોવાની વિભાગની સૂચના જ અનુસરવી. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં વરસાદની શક્યતાઓ વધુ જોવા મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*