પિતાએ ફૂલ જેવી 10 મહિનાની દીકરીને જમીન પર પટકી પટકીને તેનો જીવ લઈ લીધો…,ઘટના સાંભળીને રુવાટા ઉભા થઈ જશે….

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાની 10 મહિનાની દીકરીનો જીવ લઈ લીધો છે. પિતાએ માસુમ દીકરીને જમીન પર પટકી પટકીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્ની સાથે ઝઘડો થતાં સૈનિક પતિએ ગુસ્સામાં આવીને દીકરીનો જીવ લઈ લીધો હતો.

આ ઘટના બન્યા બાદ દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે માસુમ દીકરીનો આમાં શું વાંક. આ દર્દનાક ઘટના પંજાબની છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો મુખ્ય આરોપી એટલે કે, બાળકીનો પિતા ફરાર છે.

મળતી માહિતી અનુસાર ઘટનાના થોડાક સમય બાદ પોલીસે આરોપી પિતાને પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર અંબાલા કેન્ટમાં તૈનાત આર્મી જવાન સતનામ સિંહના લગ્ન દોઢ વર્ષ પહેલા ફિરોજપુરમાં રહેતી અમનદીપ કૌર સાથે થયા હતા. લગ્નના થોડાક સમય બાદ સતનામ અને અમનદીપ વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. સતનામ સિંહ અને તેના માતા પિતા અમનદીપના ચારિત્ર પર શંકા કરવા લાગ્યા હતા.

આટલું જ નહીં પરંતુ જ્યારે અમનદીપ ગર્ભવતી હતી ત્યારે સતનામે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ સતનામે પત્નીને દિવસ આપવા માટે કેસ ફાઈલ પણ કરી હતી. આ સમગ્ર ઘટના બનીયા બાદ અમનદીપે સેનાના અધિકારીઓ સામે સતનામની ફરિયાદ કરી હતી. જેના પગલે સેનાના અધિકારીઓએ બંને સાથે વાતચીત કરી હતી. અમનદીપે પિયરમાં દીકરીને જન્મ આપ્યો હતો.

મળતી માહિતી અનુસાર થોડાક દિવસ પહેલા સેનાના અધિકારીઓએ બંનેને બોલાવીને વાત કરી હતી અને 20 દિવસ સાથે રહેવા માટેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સતનામ પોતાની પત્ની અને દીકરીને ઘરે લઈ ગયો હતો. 20 દિવસ દરમિયાન પતિ પત્ની વચ્ચે દરરોજ ઝઘડો થતો હતો. સતનામ ના માતા પિતા દીકરીને જન્મ આપ્યો તેમ કહીને અમનદીપને હેરાન કરતા હતા. ત્યારે એક દિવસ અમનદીપને તેના પતિ અને સાસુ સસરા સાથે ઝઘડો થયો હતો.

આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા સતનામે પોતાની 10 મહિનાની માસુમ દીકરીને જમીન પર પટકી પટકીને તેનો જીવ લઈ લીધો હતો. આ દ્રશ્યો જોઈને અમનદીપ ગુમાબૂમ કરવા લાગી હતી. જેના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેઓએ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*