મિત્રો સમગ્ર દેશભરમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. જ્યારે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિઓ પણ સર્જાઈ હતી. ત્યારે તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં બસ, કાર અથવા તો બાઈક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હશે.
ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં નદીના જોરદાર પ્રવાહમાં એક ટ્રેક્ટર તણાઈ ગયું હતું. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના જિલ્લા સ્થિત બદ્દીમાં શુક્રવારના રોજ સાંજે બાલ્દ નદીમાં એક ટ્રેક્ટર અચાનક ફસાઈ ગયું હતું.
આ ઘટના બની ત્યારે ટ્રેક્ટર પર ત્રણ લોકો સવાર હતા, તે ત્રણ લોકો પણ નદીમાં ફસાયા હતા. ટ્રેક્ટર લગભગ એક કલાક સુધી નદીમાં ફસાયેલું રહ્યું હતું. ટ્રેક્ટર રમકડાની જેમ પાણીમાં વહી ગયું હતું. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકોની ચીસો નીકળી ગઈ હતી.
છેવટે પોતાનો જીવ બચાવવા માટે ટ્રેક્ટર પર સવાર ત્રણ લોકો નદીમાં કૂદી ગયા હતા. મહામહેનતે ત્રણેય પોતાનો જીવ બચાવ્યો છે. મળતી માહિતી અનુસાર નો એન્ટ્રી જોનથી બચવા માટે ટ્રેક્ટર ચાલકે કચરાથી ભરેલું ટ્રેક્ટર પોતાના જોખમે નદીમાં ઉતાર્યું હતું. જેના કારણે ટ્રેક્ટર ચાલક પડોશી રાજ્ય હરિયાણામાં જઈ શકે.
પરંતુ ટ્રેક્ટર ડ્રાઇવર જેવું નદીમાં ટ્રેક્ટર ઉતારે છે, તેવું જ ટ્રેક્ટર નદીના જોરદાર પ્રવાહમાં તણાવવા લાગે છે. આ દ્રશ્યો જઈને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. વાયરલ થઈ રહેલા ઘટનાના વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર નદીના જોરદાર પ્રવાહો વચ્ચે રમકડાની જેમ તણાઈ રહ્યું છે.
રમકડાની જેમ નદીમાં એક ટ્રેક્ટર તણાઈ ગયો…! ટ્રેક્ટર ઉપર ફસાયેલા ત્રણ લોકોનો જીવ આવી રીતે બચ્યો – વીડિયો જોઈને તમારો પણ અધ્ધર થઈ જશે… pic.twitter.com/bGWnkSGvqX
— GUJJU ROCKZ (@gujju_rockz) July 31, 2022
આ ઘટના બની ત્યારે ટ્રેક્ટર પણ ત્રણ લોકો સવારે હતા તે લોકો પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદી ગયા હતા અને માહમહેનતે પોતાનો જીવ બચાવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment