ઘરની બહાર રમતા-રમતા ગુમ થયેલા, 7 વર્ષના માસુમ બાળકનું મૃતદેહ ખાડામાંથી મળી આવ્યું – બાળકનું મૃત્યુ થતાં આખું ગામ ઈબકે ચડ્યું…

મિત્રો હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. ઘરની બહારથી ગુમ થયેલા માસુમ બાળકનું મૃતદેહ એક ખાડામાંથી મળી આવ્યું હતું. બાળકના મૃત્યુના કારણે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. બાળક ઘરની બહાર રમતી વખતે અચાનક ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ બાળકની ઘણી શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો.

ત્યારે કેટલાક લોકોએ ખાડામાં બાળકનું મૃતદેહ જોયું હતું. પછી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. બાળકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

આ ઘટના બાંદામાં બની હતી. જેમાં સાત વર્ષના મનજીત નામના માસુમ બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ બપોરે મનજીત ઘરની બહાર રમતો રમતો અચાનક ગુમ થઈ ગયો હતો. ઘણા લાંબા સમય સુધી પરિવારના સભ્યોએ મનજીતને ન જોયો.

તેથી પરિવારના લોકોએ મનજીતની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. બુધવારના રોજ ગામના લોકો ખેતર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમને મનજીતનું મૃતદેહ રસ્તાની બાજુના ખાડામાં જોયું હતું. ત્યારબાદ ગામના લોકોએ આ ઘટનાની જાણ બાળકના પરિવારજનોને કરી હતી.

ઘટનાની જાણ થતા બાળકનો પરિવાર ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો, ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર કોન્ટ્રાક્ટરોએ રોડની બાજુમાંથી માટી બહાર કાઢી હતી. જેના કારણે રોડની બાજુમાં મોટા મોટા ખાડા પડી ગયા હતા.

ત્યારબાદ કોન્ટ્રાક્ટરો દ્વારા આ ખાડાઓને લઈને કાંઈ પણ પગલા ભરવામાં આવ્યા ન હતા. જેના કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કોન્ટ્રાક્ટર સામે હજુ ફરીયાદ નોંધી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*