મિત્રો હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક ડમ્પર ચાલક એક યુવકને કચડીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ વિડીયો 25 જુલાઈની સવારનો છે. લગભગ સવારે 8.58 વાગ્યાની આસપાસ ડમ્પર ચાલકે યુવકને કચડી નાખ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ડમ્પર ચાલકે યુવકને ટક્કર લગાવી હતી. જેના કારણે યુવકની ડમ્પરના ડ્રાઇવર સાથે બોલાચાલી થઈ ગઈ હતી. આ દરમિયાન ડમ્પરચાલક ડમ્પર ચલાવવા લાગે છે. ત્યારે રોડ પર ઉભેલો યુવક ડમ્ફર ચાલકને અટકાવવા માટે તેની આગળ આગળ ભાગે છે.
આ દરમિયાન ડમ્પરમાં બેઠેલો એક વ્યક્તિ રોડ પર દોડી રહેલા યુવક પર લોખંડના સળિયા વડે પ્રહાર કરે છે. જેના પગલે યુવક પોતાનું બેલેન્સ ગુમાવે છે અને રોડ પર પડી જાય છે. આ દરમિયાન ડમ્પર યુવકના શરીર પરથી પસાર થઈ જાય છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે ડમ્પરનો આગળનું ટાયર યુવકના શરીર ઉપરથી પસાર થઈ જાય છે.
ત્યારબાદ ડમ્પર ચાલક બ્રેક નથી લગાડતો અને ડમ્પરની સ્પીડ વધારી દે છે. આ ઘટનામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ઘટના બન્યા બાદ ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં યુવકની સારવાર ચાલી રહી છે.
दिल्ली में रोडरेज की दर्दनाक घटना, टक्कर मारने पर डंपर को रोकने की कोशिश करना युवक को भारी पड़ा, पहले हेल्पर ने रॉड मारी फिर ड्राइवर ने कुचल डाला। घायल युवक अस्पताल में भर्ती, दिल्ली पुलिस को डंपर चालक की तलाश, घटना CCTV में कैद। @DelhiPolice #roadrage #Delhi pic.twitter.com/yNH5Io4hIr
— Jeet Bhati ( जीत भाटी ) (@JeetBhatiNews) July 26, 2022
સમગ્ર ગંભીર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિડીયો ટ્વીટર પર Harish Sarswat અને Jeet Bhati નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
A Dumper crushes a youngster in Aman Vihar area of #Delhi
Thankfully, youngster is safe#ACCIDENT #DelhiPolice #CCTV pic.twitter.com/vgZCXBCTf4— Harish Sarswat (@harishsarswat) July 26, 2022
વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. દિલ્હીમાં આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આવી ઘટનાઓમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment