આજે અમે તમને એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં મંગળવારના રોજ એક બાઈક ચાલક તેની બાઈક સાથે સાગર સર્વિસ રોડ બ્રિજ પર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એવામાં જ વચ્ચેના પુલ પર જોરદાર પ્રવાહમાં ફસાઈ જતા સાઇબરાબાદ પોલીસ સે સ્થળ પર પહોંચીને એ યુવક નો જીવ બચાવ્યો હતો.
ભારે વરસાદના કારણે તેલંગાણા ની તમામ નદીઓ પાણીથી ભરપૂર થઈ ગઈ છે. એવામાં જ પાણીના દબાણને લીધે હિમાયત સાગરના વધુ ત્રણ દરવાજા પણ ખોલાયા હતા. સમયસર સાઈબરાબાદ નાં ટ્રાફિક પોલીસના જવાનોની કારણે એ રાજેન્દ્ર નગરના હિમાયત સાગર માંથી વહેતા પાણીમાં એક ફસાયેલા યુવકને બચાવવામાં આવ્યો.
એટલું જ નહીં પરંતુ આ હિમાયત સાગર સર્વિસ રોડ બ્રિજ પર પુરના દબાણને કારણે પાણી ભરાઈ ગયા હતા.એવા મંગળવાર ની સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ એક અરવિંદ ગૌર નામનું વ્યક્તિ પોતાની મોટર સાઇકલ પર એ બ્રિજ પાર પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એવામાં જ તે એ પુરની વચ્ચે પાણીમાં ફસાઈ ગયો અને મદદ માટે લોકોની બૂમો પાડી રહ્યો હતો.
ત્યારે રાજેન્દ્ર નગર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ બેગની આગેવાનીમાં ટ્રાફિક રિકવરી વેન ની ટીમ્સ ઘટના સ્થળે પહોંચાડી હતી અને તેને જીવના જોખમે પણ બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારે એ પોલીસ જવાનો નું પણ આભાર માનવા જેવો છે કારણ કે એ યુવકને પૂરના પાણીમાં ફસાઈ ગયેલા સમયે તેની સમયસર બચાવી લેવામાં આવ્યો હતો.
એ યુવક જ્યારે બાઈક પર જ ખાન દરબારથી શમશા બાદ તરફ હિમાયત સાગર સર્વિસ રોડ બ્રિજને પાર કરવાનો પ્રયાસ કરતો હતો. તે દરમિયાન જ તે પુલ પર વચ્ચે અટકી ગયો હતો. તેથી તેની ભુમો સાંભળીને બંને છેડે પૂરતો સ્ટાફ અને ટ્રાફિક જવાનો તૈનાત થઈ ગયા અને ધસમસતા પાણીના પ્રવાહમાં પણ તેને બચાવી લેવામાં આવ્યો.
#WATCH | Telangana: Cyberabad Police rescued one civilian who was trying to cross the inundated Himayath Sagar service road bridge on his bike
(Source: Cyberabad Police) pic.twitter.com/iVXyiSKTQC
— ANI (@ANI) July 27, 2022
એ પાણીના પ્રવાહને જોઈને તો એવું જ લાગતું હતું કે એ માણસને બચાવવા જતા ટીમનું વાહન પણ વહેવા લાગશે. ત્યારે એ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં તમે પણ જોશો તો કેવી રીતે એ પોલીસની ટીમે મોટર સાયકલને અને એ માણસને સુરક્ષિત બચાવ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment