ગુજરાત રાજ્યમાં સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. હવે આવી ઘટનાઓ વધતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં આ ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તમે ઘણી એવી સુસાઇડની ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં કેટલાક લોકો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાનું જીવનનું ટૂંકાવી લેતા હોય છે.
ત્યારે હાલમાં અમદાવાદમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ વ્યક્તિએ વ્યાજે લીધેલા બે લાખની સામે 18 લાખ રૂપિયા ચૂકવ્યા, છતાં પણ વ્યાજખોરો અટકતા ન હતા.
જેથી કંટાળીને વ્યક્તિએ સુસાઇડ નોટ લખી અને વિડીયો બનાવીને ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાજુભાઈ બેલદાર હતું.
રાજુભાઈ બે વ્યાજખોરો પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા. તેની સામે 18 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરો પૈસાની માંગણી કરી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ વ્યાજખોરો ગમે ત્યારે રાજુભાઈના ઘરે જઈને ધમકીઓ આપતા હતા. ધમકીઓના ત્રાંસથી કંટાળીને રાજુભાઈ ગઈકાલે ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું.
રાજુભાઈ સુસાઇડ નોટ અને વીડિયોમાં ચિરાગ સાગર અને ગૌરાંગ પટેલના નામના બે વ્યાજખોરોનો ઉલ્લેખ કર્યો છે. જેને લઇને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજ કોરોની સતત ધમકીના કારણે રાજુભાઈ આ પગલું ભર્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ પરિવારજનોના નિવેદન લઈને બંને વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment