ગુજરાત રાજ્યમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હજમચાવી દીધી છે. હજુ પણ મૃત્યુનો આંકડો વધી રહ્યો છે. આ ઘટનામાં અનેક બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે અને અનેક બાપે પોતાના દીકરા ગુમાવ્યા છે. ત્યારે એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ઝેરી દારૂના કારણે ત્રણ વર્ષના માસુમ બાળકે પોતાના પિતા ગુમાવ્યા છે.
પિતા ગુમાવનાર આ માસુમ બાળક હવે પોતાના વિધવા બા સાથે રહેશે. આ માસુમને ખ્યાલ જ નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે. માસુમ બાળકને ખબર જ નથી કે હવે પિતા ક્યારેય નહીં આવે. બાળક પોતાના પિતાનો ફોટો લઈને રાહ જોઈ રહ્યો છે કે, હમણાં મારા પપ્પા આવશે અને મને મીઠો માવો ખવડાવશે.

હવે આ બાળકને 65 વર્ષના વસંતબેન રાખી રહ્યા છે. વસંતબેનને બે દીકરા છે. એમાંથી એક દીકરા દિનેશભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. તેમનો બીજો દીકરો પરિવારથી અલગ રહે છે. વસંતબેન ના પતિનું થોડાક વર્ષો પહેલાં જ નિધન થયું છે. દિનેશભાઈના મૃત્યુના કારણે હવે ઘરમાં આવકનો કોઈપણ સ્ત્રોત રહ્યો નથી. ત્રણ વર્ષનો બાસુમ બાળક નોંધારો બની ગયો છે.
મિત્રો એક દારૂની પોટલી એ ત્રણ વર્ષના માસુમ બાળકને અનાથ કરી નાખ્યો. સૌ મિત્રોની એક જ વાત કહેવી છે કે, કોઈપણ પ્રકારનું વ્યસન કરતાં પહેલાં એક વાત જરૂર વિચારજો કે, તમારા મૃત્યુ બાદ તમારા માતા-પિતા અને બાળકોને કેવા દિવસો ભોગવવા પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment