વડોદરાના 20 વર્ષના યુવકે જાંબુઆ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં મૃત્યુની છલાંગ લગાવી – જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં આવા કેટલાય બનાવ બની ગયા છે. આવા બનાવ અટકવાનું નામ જ નથી લેતું.

ત્યારે વડોદરામાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 20 વર્ષના યુવકે નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ પરથી સોમવારના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ એક યુવકે મૃત્યુની છલાંગ લગાવી હતી.

આ સમગ્ર ઘટના બન્યા બાદ ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. ફાયર વિભાગ નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. મંગળવારના રોજ ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

યુવકે વિશ્વામિત્રી નદીમાં મૃત્યુની છલાંગ લગાવી હતી, વિશ્વામિત્રી નદીમાં મગરવાની સંખ્યા વધારે હોવાના કારણે યુવકનું મૃતદેહ શોધવામાં ભારે મુશ્કેલી પડી હતી. મૃત્યુ પામેલા 20 વર્ષના યુવકનું નામ રવિ હતું. રવિનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના અંગે મૃતકના ભાભીના જણાવ્યા મુજબ, રવિ લસ્સીની લારી પર મકરપુરા બસ ડેપો પર નોકરી કરતો હતો. રવિ પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. રવિએ એક દિવસ રજા લઈને શેઠ પાસેથી ₹500 લીધા હતા. ફિલ્મ જોયા બાદ તે ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન તેના ભાઈની નજર પડતા ક્યાં જા છો તેમ પૂછ્યું હતું.

રવિ એ પોતાના ભાઈ દિલીપને તેનો મોબાઇલ આપીને ઘરે આવું છું, એવું કહીને વિશ્વામિત્રી નદીમાં મૃત્યુની છલાંગ લગાવી હતી. રવિએ આ પગલું કયા કારણસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસ હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*