દમણના સોમનાથ ખાતે બે મહિનાનો પગાર ન મળતા, સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર સાથે કર્યું એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

દમણના સોમનાથ ખાતે આવેલી સેલો કંપનીમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સેલો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા વ્યક્તિને બે મહિનાનો પગાર મળ્યો ન હતો. જેના કારણે ગઈકાલે સિક્યુરિટી ગાર્ડ સેલો કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર પર ગોળી ચલાવી હતી.

આ સમગ્ર ઘટના કેબિનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેરી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સિક્યુરિટી સુપરવાઈઝર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાના અડધો કલાક બાદ સિક્યુરિટી સુપરવાઇઝરની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા દમણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

દમણ પોલીસે ઘટનાના થોડાક સમયમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડને પકડી પાડ્યો હતો. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી સેલો હોલ્ડ એપ્લાઇન્સ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિનો બે મહિનાનો પગાર ન મળતા, સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર પાસે બે મહિનાના પગારની માંગણી કરી હતી.

ત્યારે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અતુલ કુમારે સિક્યુરિટી ગાર્ડને કાલે પગાર લેવા આવવા માટેનું કહ્યું હતું. આ વાત સાંભળીને સિક્યુરિટી ગાર્ડ ભારે ગુસ્સામાં ભરાઈ ગયો હતો. ગુસ્સામાં આવીને તેને સુપરવાઇઝર અતુલ ગુપ્તા ઉપર ગોળી ચલાવી હતી. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ કંપનીના ગેટ પર આંટાફેરા મારતો નજરે પડ્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી, ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં સુપરવાઇઝર અતુલ ગુપ્તા ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*