લગ્નમાં સૌથી ભાવુક સમય હોય તો તે કન્યા વિદાયનો સમય છે. કન્યા વિદાય વખતે ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ જતી હોય છે. કન્યા વિદાય વખતે કઠોરમાં કઠોર વ્યક્તિ પણ રડવા લાગતો હોય છે. લગ્નના ફેરા ભરી આ બાદ કન્યાની પિતાના ઘરેથી વિદાય આપવામાં આવે છે.
દીકરી ની વિદાય વખતે એક પિતા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને દીકરીને ગળે વળગીને રડી પડતા હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીકરીના પિતા દીકરીની વિદાય વખતે ડાન્સ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દીકરીની વિદાય વખતે માતા-પિતા દીકરીને વળગીને રડી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને આજુબાજુ ઉભેલા લોકો પણ ભાવુક થઈ ગયા હતાં. દીકરી પિતાના ગળે વળગીને રડી રહી છે. પિતા પણ છાતી પર દીકરીનું માથું રાખીને રડી રહ્યા છે.
પિતા દીકરીના માથા પર હાથ મૂકીને ભાવ થવાની એક્ટિંગ કરી રહ્યા છે. ત્યારબાદ દુલ્હન આંખોમાં આંસુ સાથે વળે છે. ત્યારે પિતા પાછળથી એક અલગ અંદાજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. દીકરીના પિતાને ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર તમામ લોકો ચોકી ગયા હતા.
ત્યારે દીકરી આછું લુસીને પાછળ ફરે છે ત્યારે પિતા પોતાનો ડાન્સ રોકી દે છે અને ભાવુક થવાની શરૂ કરી દે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા મહેમાનો ખડખડાટ રસી પડ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
Emotional Dad ? pic.twitter.com/tYmCubQgtL
— Sabji Hunter (@SabjiHunter) July 21, 2022
વાયરલ થઈ રહેલો આ વિડીયો, @sabjihunter નામના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 45,000 થી પણ વધારે લોકોએ લાઈક કરી છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment