પ્રેમિકાના જન્મદિવસના બીજા દિવસે પ્રેમીએ પ્રેમિકાને મરી જવાનું કહ્યું, આ વાત સહન ન થતા પ્રેમિકા ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના વિગતવાર…

હાલમાં બનેલી એક કરુણ ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. કરજણ તાલુકાના મિયાગામ ખાતે મૂળ પંચમહાલ જિલ્લાના વડગામ નું પરિવાર વર્ષોથી મજૂરી કામઅર્થે મિયાગામ નવીનગરીમાં રહે છે. મિયા ગામ કરજણમાં રહેતા કલ્પેશ બુધાભાઈ મોરી નામના યુવકને મનીષા નાયક નામની યુવતી સાથે આંખો મળી ગઈ હતી.

આટલું જ નહીં પરંતુ કલ્પેશ મનીષાના ઘરે પતિ હોય તે રીતે ઘરજમાઈ બનીને રહેતો હતો. 20 જુલાઈ ના રોજ મનીષાનો જન્મદિવસ હતો. જન્મદિવસના દિવસે મનીષાએ ફોટા પાડવા માટે કલ્પેશનો મોબાઇલ માં ગયો હતો. ત્યારે કલ્પેશ ગુસ્સે થઈને મનીષાને મોબાઈલ આપીને ઘરે જતો રહ્યો હતો.

20 જુલાઈ ના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ કલ્પેશ મનીષા ના ઘરે આવ્યો હતો. મનીષા અને કલ્પેશ બંને વાતચીત કરી રહ્યા હતા. મનીષા પાસે રહેલા કલ્પેશના મોબાઈલ પર કોઈ છોકરીનો ફોન આવતા મનીષા સ્પીકર ચાલુ રાખીને વાત કરી હતી.

ફોન કરનાર છોકરીને મનીષાએ કહ્યું હતું કે, તું શું કામ કલ્પેશ ને ફોન કરે છો. આ વાત સાંભળીને સામેવાળી છોકરીને ફોન કાપી નાખ્યો હતો. મનીષાએ છોકરી વિશે કલ્પેશને પૂછ્યું ત્યારે કલ્પેશ ખૂબ જ ગુસ્સામાં આવી ગયો અને તેને મનીષાને એક લાફો જીકી દીધો હતો.

કલ્પેશએ મનીષાને કહ્યું હતું કે હવે મારે તારી સાથે થી છૂટું થવું છે. ત્યારે મનીષા એ કહ્યું હતું કે, તું મને છોડી દઈશ તો મને હવે કોણ રાખશે. ત્યારે કલ્પેશે મનીષાને કહ્યું હતું કે, ” તને કોઈ ન રાખે તો તું મરીજા” આમ કહીને કલ્પેશ ફોન લઈને ઘરે જતો રહ્યો હતો.

આ વાતનું મનીષાને એટલું ખોટું લાગી ગયું કે, મનીષાએ ઝાડની ડાળી પર ઓઢણી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંક આવી લીધું. આ ઘટના બનતા જ પરિવારના માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મનીષાની માતા સુધાબેન કલ્પેશ મોરી સામે ફરિયાદ નોંધાવી છે. સુધાબેન એવું કહ્યું કે, કલ્પેશ મોરીના કારણે મારી દીકરીનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*