હાલમાં બનેલી એક ચોકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આજરોજ સવારે એક યુવકે પોતાના માતા-પિતા ઉપર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લીધો છે. માતા પિતાનો જીવ લઈને આરોપી દીકરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બંનેના મૃત્યુ અંગેની માહિતી પુત્રવધુએ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, માતા પિતા સૂઈ રહ્યા હતા ત્યારે દીકરો દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને ઘરમાં સૂઈ રહેલા માતા-પિતા ઉપર ગોળી ચલાવી હતી. જેના કારણે માતા-પિતાના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે મૃત્યુ પામેલા પતિ પત્નીના મૃતદેહને કબજે લઈને આરોપી દીકરા સામે ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં 58 વર્ષે ચંદ્રભાન અને તેમની 55 વર્ષે પત્ની નિશાનું કરુણ મૃત્યુ થયું છે. મૃતક માતા-પિતાને પોતાના દીકરા સાથે તારા નામની હોટલને લઈને વિવાદો ચાલી રહ્યા હતા. દીકરો હોટલ પોતાના નામે કરાવવા માગતો હતો.
આરોપી દીકરાનું નામ તરુણ છે અને તેની ઉંમર 35 વર્ષની છે. તરુણ માતા-પિતાનો એકનો એક દીકરો હોવાના કારણે માતા-પિતા તેનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. પરંતુ તરુણે પોતાના માતા-પિતાનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટના બની ત્યારે તરુણની પત્ની તેના બે બાળકો સાથે ધાબા ઉપર આવેલી રૂમની અંદર સૂતી હતી. ત્યારે તરુણની પત્ની અચાનક ગોળીબાર થયો હોય તેવો અવાજ સાંભળે છે.
તેથી તે તાત્કાલિક નીચે આવે છે. નીચે આવીને જુએ છે ત્યારે સાસુ અને સસરાનું મૃતદેહ તેને જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને તે ખૂબ જ ગભરાઈ જાય છે. પત્નીને જોઈને તરુણ ઘટના સ્થળેથી ભાગી જાય છે. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ તરુણની પત્નીએ પોલીસને કરી હતી. ઉપરાંત ઘટના બનતા પડોશીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર દિકરા અને માતા-પિતા વચ્ચે હોટલ પોતાના નામે કરાવવાના ઘણા વિવાદો ચાલી રહ્યા હતા. જેના પગલે દીકરાએ પોતાના માતા-પિતાનો જીવ લઈ લીધો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને આરોપી દીકરાની શોધ ખોળ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment