હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાટણ શહેરના ચાર મિત્રો અમરનાથ દર્શન કરવા માટે ગયા હતા. ચારેય મિત્રો પૈકી એક મિત્રનું દર્શનની ગુફાથી 10 કિલોમીટર દૂરના અંતરે ગુફાની અંદર ઓક્સિજન ઘટી જવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જેના કારણે યુવક ઘોડા ઉપરથી નીચે ઢળી પડ્યો હતો.
આ ઘટનામાં યુવકનું ત્યાં જ કરુણ મૃત્યુ થયું હતું. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ હાર્દિક મુકેશભાઈ રામી હતું. તેના પાર્થિવ દેહને સરકારની મદદથી શ્રીનગરથી અમદાવાદ વિમાન મારફતે લાવવામાં આવ્યો હતો. જ્યાં વતન પાટણ આવતા જ તેનું આખું ગામ હિબકે ચડ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 15 જુલાઈના રોજ પાટણના ચાર મિત્રો પવિત્ર યાત્રાધામ અમરનાથ જવા માટે નીકળ્યા હતા. ચારેય મિત્રો મંગળવારના રોજ એટલે કે 19 તારીખે સવારે 10 વાગ્યાની આસપાસ યાત્રાના માર્ગ પર હતા. મળતી માહિતી અનુસાર તેઓ લગભગ ગુફાથી 10 km દૂર હતા ત્યારે ઘોડા પર સવાર હાર્દિક મુકેશભાઈ નામનું યુવક અચાનક લથડી ગયો હતો.
અહીંની હવામાં ઓક્સિજન ઘટવાના કારણે તેને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, તેથી તે ઘોડા પર ઢળી ગયો હતો. આ ઘટના બનતા જ આજુબાજુના લોકો અને અન્ય યાત્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો હાર્દિકનું કરુણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બની ત્યારે હાર્દિકના મિત્રો તેનાથી થોડાક આગળ ચાલતા હતા. ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક હાર્દિક પાસે દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમની આ ઘટનાની જાણ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈને કરી હતી.
ત્યારબાદ નામચીન વ્યક્તિઓની મદદથી હાર્દિકના પાર્થિવ દેહને ફ્લાઈટમાં અમદાવાદ લાવવાની મંજૂરી મળી ગઈ હતી. પાર્થિવદેહ આજરોજ અમદાવાદ આવ્યું હતું, ત્યારબાદ તેના મૃતદેહને ત્યાંથી પાટણ લઈ જવામાં આવ્યું હતું. હાર્દિકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાર્દિકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment