મહિલા શિક્ષકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, આ પગલું ભરતા પહેલા મહિલાએ પોતાના હાથમાં લખ્યું હતું એવું કે – આખું પરિવાર રડી પડ્યું…

દેશમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના ભોપાલમાં બની છે. મળતી માહિતી અનુસાર 37 વર્ષના ઈન્દુ નામની મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા ભોપાલમાં રહેતા સુભાષ સાહું સાથે થયા હતા. સુભાષ સંગીત શિક્ષક છે. જ્યારે ઈન્દુ સરકારી શાળામાં ટીચર હતી. મળતી માહિતી અનુસાર ત્યારે ગઈકાલે એક ખૂબ જ દુઃખ દાયક ઘટના બની હતી.

ગુરૂવારના રોજ સવારે સુભાષે પોલીસને જાણ કરી હતી કે, ઈન્દુએ ગળા ખાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતા ઈન્દુનો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી ઈન્દુના ભાઈએ જણાવ્યું કે, બહેનના સસરા ઇમરતલાલ એજ રૂમની બહાર બેઠા હતા, જે રૂમમાં બહેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું.

એવું કેવી રીતે બની શકે કે તેને ખબર પણ ન હોય. આ સમગ્ર ઘટનાને લઈને ઈન્દુના ભાઈ પ્રદીપે સાસરિયાઓ પર બહેનનો જીવ લેવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર ઈન્દુના પિતાએ જણાવ્યું કે, ગુરૂવારના રોજ સવારે દીકરીનો ફોન આવ્યો હતો. તેને બધું સરખું ચાલીએ છીએ તેમ કહ્યું હતું.

જમાઈ અન્ય મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ રાખતો હતો. તે ઈન્દુના ચારિત્ર પર શંકા રાખીને તેને ધમકી આપતો હતો. મૃતક મહિલાના પિતાએ વધુમાં જણાવ્યું કે, બે દિવસ પહેલા દીકરી કહેતી હતી કે તેનો પતિ તેને પિયરમાં આવવા દેતો નથી. જમાઈ ક્યારેય પણ દીકરી સાથે અમારા ઘરે આવ્યા નથી.

પિતાએ કહ્યું કે મારી દીકરી સુસાઇડ કરી જ ન શકે, તેના ગળા પર નિશાન છે એના પરથી એવું લાગી રહ્યું છે કે આ સુસાઇડ નથી પરંતુ તેનો જીવ લેવામાં આવ્યો છે. હાલમાં આ બનાવ અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. મહિલાએ આ પગલું ભરતા પહેલા, પોતાના પતિના ફોટા પાછળ લખ્યું હતું કે, હું બેવફા નથી.

આ ઉપરાંત મહિલાએ પોતાની હથેળીમાં લખ્યું હતું કે, હું મારી મરજીથી આ પગલું ભરું છું. મમ્મી પપ્પા અને ભાઈ મને માફ કરી દેજો. મારા મંગળે મારો જીવ લીધો છે. આવી દર્દનાક સુસાઇડ નોટ લખીને મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન અટકાવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*