ગુજરાત શહેરમાં સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક સુસાઇડની ઘટના બની છે. આ ઘટનામાં પતિ પત્નીએ સહ જોડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટ શહેરના જય જવાન જય કિસાન સોસાયટીમાં બની હતી.
પ્રાથમિક તારણ સામે આવ્યું છે કે, ઘર કંકાસના કારણે પતિ પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર પતિ પત્નીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું, તેનું ચોક્કસ કારણ જાણવા માટે બી ડિવિઝન પોલીસે પરિવારનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં હવે સુસાઇડની ઘટના સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
કારણકે રાજકોટ શહેરમાં આવા બનાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજરોજ આજરોજ જય જવાન જય કિસાન સોસાયટીમાં પતિ પત્નીએ એક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પતિ &પત્નીએ ઘર કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હશે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 21 વર્ષે આ બાબુભાઈ વિનુભાઈ સોલંકી અને તેમના 20 વર્ષે પત્ની મમતાબેન સોલંકી આજરોજ વહેલી સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પરિવારના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
ત્યારબાદ પોલીસે પરિવારના લોકોના નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્નીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા માટેની પોલીસે કામગીરી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર મૃતક બાબુભાઈ વિડીયો શુટીંગનું કામ કરતો હતો. પાંચ મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment