મિત્રો વરસાદની સિઝન શરૂ થાય એટલે લોકો દરિયા કિનારે જવાનું વધુ પસંદ કરે છે. લોકો દરિયા કિનારે જઈને મોજ મસ્તી કરતા હોય છે. પરંતુ અમુક વખત તેમને મોજ મસ્તી ભારે પડી જાય છે. તેનું એક ઉદાહરણ ઓમાનના એક બ્રિજ પર જોવા મળ્યું છે. અહીં બનેલી એક દુર્ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી શશીકાંત મ્હમાને અને તેમની 9 વર્ષની દીકરી શ્રુતિ અને 6 વર્ષનો દીકરો શ્રેયસ દરિયામાં ડૂબી ગયા હતા. આ કારણોસર ત્રણેયના કરુણ મૃત્યુ નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને રોયલ ઓમાન પોલીસે જણાવ્યું કે, શશીકાંત અને તેમના બાળકો દરિયામાં ડૂબી ગયા બાદ તેમની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર વીડિયોમાં બ્રિજ પર દેખાયેલા તમામ લોકોએ મધુ સેલ બ્રિજ પર સર્કલ ક્રોસ કર્યું હતું. અહીં દરિયા કિનારે ખૂબ જ જોરદાર મોજા આવતા હતા.
ત્યારે દરિયામાં મોજુ અથડાયા બાદ આઠ લોકો પડી ગયા હતા. આ ઘટના બન્યા બાદ થોડીક જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, શશીકાંત વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા અને તેઓ દુબઈમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા.
મળતી માહિતી અનુસાર ગત રવિવારે તેમને ઈદની રજા હોવાના કારણે તેઓ પોતાના પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઓમાન ગયા હતા. અહીં તેઓ મધુસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક દરિયામાં એક ખૂબ જ મોટું મોટું આવે છે.
બે બાળકોને દરિયામાં ડૂબતા જોઈને પિતાએ દરિયામાં છલાંગ લગાવી, પરંતુ કોઈ બચ્યું નહીં – વીડિયો જોઈને રુવાટા ઉભા થઈ જશે… pic.twitter.com/mju1YszRPQ
— GUJJU ROCKZ (@gujju_rockz) July 14, 2022
જેમાં શશીકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો તણાઈ ગયા હતા. પોતાના બાળકોને બચાવવા માટે શશીકાંત પણ દરિયામાં છલાંગ લગાવે છે. પરંતુ તે પણ દરિયામાં ડૂબી જાય છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતા શશીકાંતના પરિવારના અન્ય સભ્યો ઓમાન પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઘટનાના બે દિવસ બાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment