મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વાયરલ થઈ રહેલા વિડીયો જોતા હશો. ઘણા એવા વિડિયો હશે જે જોઈને તમે ખડખડા હસી પડ્યા હશો અને ઘણા વિડીયો જોઈને તમે ચોકી ઉઠ્યા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અત્યારે થઈ જશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બુટમાંથી ખતરનાક કોબ્રા સાપ નીકળે છે અને સાપને પકડનાર વ્યક્તિ આ ખતરનાક કોબ્રા સાપને બહાર કાઢે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બુટમાં છુપાયેલો સાપ કેટલો ખતરનાક હશે.
આ સાપ ફેણ ચડાવીને એક વ્યક્તિ પર પ્રહાર કરતો જોવા મળી રહ્યો છે. એટલા માટે મિત્રો ચોમાસામાં બુટ પહેરતી વખતે બુટ જરૂર તપાસી લેજો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સાપ પકડનાર વ્યક્તિ સાપને બુટમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે, ત્યારે સાપ તેના પર પ્રહાર કરે છે.
પરંતુ સાપ પોતાના પ્રહારમાં સફળ થતો નથી. ત્યારબાદ સલામત રીતે સાપને પકડી લેવામાં આવે છે. મિત્રો આ વિડીયો ટ્વીટર પર SUSANTA NANDA IFS ઓફિસરે પોતાના એકાઉન્ટમાં શેર કર્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો જોઈને તમે પણ સમજી જશો કે વરસાદની ઋતુમાં સાવધાની રાખવી કેટલી જરૂરી છે. આ ઉપરાંત IFS ઓફિસરે પણ આવી ઋતુમાં સાવધાની રાખવાની સલાહ આપી છે. મિત્રો વરસાદી ઋતુમાં કોઈ અજાણી જગ્યાએ પગ મુકતા પહેલા જરૂર તપાસી લેવું કે ત્યાં કોઈ જીવ જંતુ છુપાયા નથીને.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel.
WA fwd. pic.twitter.com/AnV9tCZoKS— Susanta Nanda IFS (@susantananda3) July 11, 2022
કારણ કે સાપ અને વીંછી જવા ખતરનાક જીવો વરસાદી ઋતુમાં ગમે ત્યાં જોવા મળે છે. તમને એવું લાગતું હશે કે સાપની લંબાઈ વધારે હોવાના કારણે તે મોટી જગ્યાએ જોવા મળતો હશે. પરંતુ એ આપણી ભૂલ છે. સાપ બુટ જેવી જગ્યામાં પણ છુપાયેલો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment