મુસ્લિમ યુવાનોએ ઈદના દિવસે હિન્દુ યુવકની અર્થીને કાંધ આપ્યો, અંતિમયાત્રામાં મુસ્લિમ યુવકોએ “રામ નામ સત્ય હૈ” ના નારા લગાવ્યા…

મિત્રો તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જે સાંભળીને તમારું પણ દિલ ખુશ થઈ જતું હોય છે. ત્યારે બકરી ઈદના પાવન અવસર પર બનેલો એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકોએ મળીને હિન્દુ યુવકની અર્થીને કાંધ આપીને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે, હિન્દુ યુવકની અર્થી દરમિયાન મુસ્લિમ યુવકોએ “રામ નામ સત્ય હૈ” ના નારા પણ લગાવ્યા હતા.

આ ઉપરાંત મુસ્લિમ યુવકો સ્મશાન સુધી ગયા હતા અને ત્યાં ચિતા પર લાકડા પણ પાથર્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર કેટલાક લોકો ભાવુક થઈ ગયા હતા અને કેટલાક લોકો આ દ્રશ્યો જોઈને મુસ્લિમ યુવકોના વખાણ કરી રહ્યા હતા. તેમણે ધર્મના નામે નફરત ફેલાવનારાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.

આ સુંદર કિશોર રાજસ્થાનમાં બન્યો છે. ભટ્ટા બસ્તીના વોર્ડ નંબર-6ના રહેવાસી સેંસર પાલ સિંહનું શનિવારના રોજ મોડી રાત્રે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર સેંસર પાલ સિંહ છેલ્લા બે ત્રણ દિવસથી બીમારી સામે લડી રહ્યા હતા. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. ઈદના દિવસે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.

તેમના મૃત્યુના સમાચાર સાંભળીને આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયું હતું. અંતિમ સંસ્કાર કરવા માટે સેંસર પાલ સિંહના પરિવારના પૂરતા લોકો ન હતા. આ વાતની જાણ પડોશમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોને થઈ ત્યારે તેઓ આગળ આવ્યા હતા. મળતી માહિતી અનુસાર લગભગ સવારે આઠ વાગ્યાની આસપાસ નુરાની મસ્જિદમાં લોકો નમાઝ અદા કરવા માટે એકઠા થયા હતા.

આ દરમિયાન તેમને સેંસર પાલ સિંહના મૃત્યુની માહિતી મળી હતી. ત્યારબાદ રાશિદ ખાન આરેકની સાથે મુસ્લિમ સમાજના લોકો સેંસર પાલ સિંહના ઘરે પહોંચી આવ્યા હતા. મુસ્લિમ સમાજના લોકોએ મળીને સેંસર પાલ સિંહના પાર્થિવ દેહને કાંધ આપ્યો હતો અને તેમને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. સ્મશાન ગૃહમાં ધાર્મિક વિધિ માટે એની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

લગભગ બે કિલોમીટરની સ્મશાન યાત્રામાં હિન્દુ-મુસ્લિમની એકતા જોવા મળી હતી. મુસ્લિમ સમાજના લોકોએ અર્થીને માત્ર કાંધ જ નહીં, પરંતુ અંતિમ યાત્રા વખતે “રામ નામ સત્ય હૈ” ના નારા પણ લગાવ્યા હતા. મુસ્લિમ યુવકોએ જણાવ્યું કે નમાઝ અદા કર્યા પછી, અમે કુરબાની કરતા પહેલા આ ઉમાદ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત તેમને જણાવ્યું કે અમે સમાજમાં સાથે રહીએ છીએ. અમે હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સામેલ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*