રાજકોટની એક મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે મહિલાએ આ પગલો પડ્યો…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં આવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં રોજબરોજ બે થી ત્રણ આવા બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે સવારે એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ ઘટના રાજકોટ શહેરના પુનિતનગર વિસ્તારમાં બની હતી. અહીં રહેતી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. સુસાઇડની ઘટના સામે આવતા જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મહિલાના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ પુનમબેન સખારામભાઈ મહાલે હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. પુનમબેન 150 ફૂટ રીંગ રોડ પર આવેલ પુનિત નગર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર 213માં પોતાના પરિવાર સાથે રહેતા હતા.

તેઓએ ગઈકાલે સવારે ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવા માટે 108ની ટીમને આ ઘટનાની જાણ કરી હતી. 108ના ફરજ પરના EMTએ પૂનમબેનને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પૂનમ બેનના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ઘરકંકાસના કારણે પૂનમબેનને આ પગલું ભર્યું છે. પૂનમ બહેને કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. સુસાઇડનું કારણ જાણવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*