મિત્રો આજકાલ જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. ત્યારે એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું છે. આ ઘટના લલિતપુરમાં કોતવાલ સદર વિસ્તારના જીજયવાન ગામમાં બની હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી મળી નથી. આ ઘટના બનવાના કારણે યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મૃત્યુ પામેલા યુવકનું નામ યદુપાલસિંહ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. તે બીનામાં jcb ચલાવવાનું કામ કરતો હતો. મળવી માહિતી અનુસાર 5 જુલાઈના રોજ વરસાદ પડવાના કારણે કામ બંધ થઈ ગયું હતું. જેના કારણે તે પોતાના ઘરે આવી ગયો હતો. ગુરૂવારના રોજ રાત્રે તે આઠ વાગ્યા સુધી ઘરે હતો.
ત્યારબાદ તે બહાર ગયો હતો. મોડી રાત થઈ ગઈ છતાં પણ તે ઘરે પરત ફરીઓ નહીં તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તેથી પરિવારના લોકો ગામમાં આવેલા પોતાના બીજા મકાન પર તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં યદુપાલ સિંહનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.
આ દ્રશ્યો જોઈને પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યદુપાલસિંહના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.
યદુપાલસિંહે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. યદુપાલસિંહના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. કે બે ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાનો હતો. પરિવારના લોકોનું કહેવું છે કે તેને કયા કારણસર આ પગલું ભર્યું, તે અમને પણ ખબર નથી. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment