જામનગરમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં જરધરીત થયેલા મકાનનો સ્લેબ ધરાશયી થતા એક મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જામનગરના સેન્ટ્રલ બેન્ક નજીક મઠફળીમાં આ દુર્ઘટના બની હતી.
બધી માહિતી અનુસાર પતિ કામ કરવા ગયો હોવાના કારણે તેનો બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર મકાનનો સ્લેબ ધરાશયી થતા ઘરની અંદર રહેલી મહિલા પર કાટમાળ પડ્યો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મહિલાને સારવાર મળે તે પહેલા તો તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા મહિલાનું નામ સુમિતાબેન પાલા હતું. મળતી માહિતી અનુસાર ધોધમાર વરસાદ પડવાના કારણે જર્જરિત થયેલા મકાનનો સ્લેબ અચાનક ધરાશયી થઈ ગયો હતો. આ ઘટનામાં સુમિતાબેન કાટમાળની નીચે દબાઈ ગયા હતા.
સમગ્ર દુર્ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સુમિતાબેનને કાટમાળમાંથી બહાર કાઢીને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલા તો તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સુમિતાબેન ના પતિ પ્રતાપભાઈ કામ પર ગયા હોવાના કારણે આ ઘટનામાં તેનો બચાવ થયો છે.
સુમિતાબેનના મૃત્યુના કારણે બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. બંને દીકરીઓ સાસરે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બનતા જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જ્યારે આ ઘટના બની ત્યારે અચાનક ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને આજુબાજુના લોકો તાત્કાલિક બહાર નીકળી આવ્યા હતા. મકાનનો સ્લેબ પડવાના દ્રશ્યો જોઈને તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સુમિતાબેનના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment