ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી એક દર્દનાથ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 8 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સાંજના સમયે પાનસર ત્રણ રસ્તા પર ઓએનજીસીના ટ્રક ચાલકે સાઇકલ પર સવાર 8 વર્ષના બાળકને અડફેટમાં લીધો હતો.
આ ઘટનામાં ટ્રક બાળકના માથા પરથી પસાર થઈ ગયો હતો આ કારણોસર બાળકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્રણ દિવસ પહેલા પણ આન્સર ખાતેની નર્સરીના કમ્પાઉન્ડમાં રમી રહેલા એક વર્ષના માસુમ બાળકને અડફેટમાં લીધો હતો. આ ઘટનામાં બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
કલોલના પાનસર ત્રણ રસ્તા નજીક રહેતા રીક્ષા ચાલક નસીરહુસેન અંસારીના પરિવારમાં તેમની પત્ની, સાત મહિનાનો દીકરો, છ વર્ષની દીકરી તેમજ આઠ વર્ષનો દીકરો મહંમદ હતા. મહંમદ ધોરણ-2માં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર સાંજના સમયે આઠ વર્ષનો મહંમદ સાઇકલ ચલાવી રહ્યો હતો.
ત્યારે સાડા સાત વાગ્યાની આસપાસ ONGCના પૂરપાટ ઝડપે જતા ટ્રકે સાઇકલ સવાર મહંમદને અડફેટેમાં લીધો હતો. આ ઘટનામાં ટ્રકનું પાછળનું ટાયર મહંમદના માથા ઉપરથી પસાર થઈ ગયું હતું. આ કારણોસર મહંમદનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાને સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત ટ્રક ચાલકની ધડપકડ કરી લીધી હતી. મહંમદના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે મૃત્યુ પામેલા બાળકના પિતાની ફરિયાદના આધારે ટ્રક ચાલકની ધડપકડ કરીને તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment