મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને તમને હસવું આવી જતું હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આચાર્યચકિત થઈ જતા હોવ છો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક રમુજી વિડિયો ખૂબ જ વાયરલ થઈ. આ વીડિયો જોઈને તમે પણ ચોકી જશો.
દેશમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી મહાલ જામ્યો છે. વરસાદી માહોલના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે, ધોધમાર વરસાદ વચ્ચે તાડપત્રી લઈને જાનૈયાઓ જાન લઈને નીકળતા નજરે પડયા છે.
આ દરમિયાન જાનૈયાઓ વરસાદમાં ડીજેના તાલ પર નાચી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઇન્દોરથી સામે આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જાનમાં અચાનક જ વરસાદ પડવાનું શરૂ થઈ જાય છે.
આવી પરિસ્થિતિમાં જાનૈયાઓ હિંમત હારતા નથી અને ડીજેના તાલ પર નાચવાનું ચાલુ રાખે છે. જ્યારે અમુક લોકો તાડપત્રી લઈને જાનૈયાઓને વરસાદથી બચાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો મોટી તાડપત્રી લઈને ચાલે છે.
આ તાડપત્રી એટલી મોટી છે કે તેની નીચે બધા જાનૈયાઓ સમાઈ ગયા. અમુક લોકો તો ડિસ્કો અને આટલા શોખીન છે કે વરસાદ પડી રહ્યો છે છતાં પણ ડીજેના તાલ પર નાચી રહ્યા છે. એવામાં તો જાનમાં હાજર એક વ્યક્તિ પાણીથી ભરેલા ખાબોચિયામાં ઠેકડા મારવા લાગે છે.
લગ્ન કરવાની ભારે ઉતાવળ…! ધોધમાર વરસાદમાં તાડપત્રી લઈને જાનૈયાઓ ડીજેના તાલ પર નાચતા-નાચતા જાન લઈને નીકળ્યા – જુઓ અનોખો વિડિયો pic.twitter.com/FlXZkkGLkv
— GUJJU ROCKZ (@gujju_rockz) July 6, 2022
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. ઘણા લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment