ગુજરાતના રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના જુના અને જાણીતા ગોંડલ રોડ ઉપર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના માલિકે આજરોજ વહેલી સવારે ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું છે.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ હસમુખભાઈ પંચાણી હતું. તેમના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પ્રાથમિક તપાસા અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આર્થિક સંક્રમણના કારણે હસમુખભાઈ આ પગલું ભર્યું હોય છે.
જીવ ટૂંકાવાનું સાચું કારણ જાણવા માટેની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. રાજકોટ યુનિવર્સિટી રોડ પર ધોળકિયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા 65 વર્ષે હર્ષમુખભાઈ પરસોત્તમભાઈ પંચાણીએ આજરોજ વહેલી સવારે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. હસમુખભાઈના ભરતીના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ઘટનાની માહિતી મળતા માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ માટે હસમુખભાઈના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આજરોજ વહેલી સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ હસમુખભાઈની પત્નીની ઊંઘ ઊડી ગઈ હતી, ત્યારે તેમણે હસમુખભાઈને રૂમમાં જોયા ન હતા.
તેથી તેમની પત્ની હોલમાં જાય છે ત્યારે હસમુખભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં તેમને જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ હસમુખભાઈની પત્નીએ આ ઘટનાની જાણ તેમના પરિવારજનો અને પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કદાચ આર્થિક સંકડામણના કારણે હસમુખભાઈએ આ પગલું ભર્યું હશે. હસમુખભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેનું કોઈ જ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હસમુખભાઈના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment