મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં બાળકોની ક્યુટનેસના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. અમુક વખત બાળકોની હરકતો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વખત આપણે ચોકી જઈએ છીએ.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ક્યુટ બાળકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશે. આ વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે એક બાળક વાળ કપાવી રહ્યો છે. આ બાળક પણ બીજા બાળકોની જેમ વાળ કપાવતી વખતે રડતો દેખાઈ રહ્યો છે.
આ બાળક રડતા-રડતા વાણંદને એવું કહે છે કે વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે, આ માસુમ બાળક પોતાના ક્યુટ અવાજમાં વાળંદને ધમકી આપી રહ્યો છે. બાળક વાળંદને કહી રહ્યો છે કે, અરે ભાઈ શું કરી રહ્યા છો? બધા વાળ કાપી નાખીશ કે શું?
ત્યારે વાળંદ બાળકને શાંત પાડવા માટે તેને પૂછે છે કે, બેટા તારું નામ શું છે? ત્યારે બાળક કહે છે કે “મારું નામ અનુશ્રીત છે”. ત્યારબાદ બાળક ખૂબ જ ગુસ્સામાં ભરાય છે અને વાળંદને ધમકી આપે છે કે, “હું ખૂબ જ ગુસ્સામાં છું હું તારા બધા વાળ કાપી નાખીશ”.
આ વિડીયો જોઈને મોટેભાગના લોકો હસી હસીને ગોટો વળી ગયા છે. આ સુંદર વિડિયો બાળકના પિતાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે. વિડિયો Anup Jiwan Petkar નામના ટ્વિટર એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો 55 હજારથી પણ વધારે લોકોએ જોયો છે.
My baby Anushrut,
Every Parents is struggle pic.twitter.com/wN7B510ZwS— Anup Jiwan Petkar (@Anup20992699) November 22, 2020
હાલમાં આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોને આ ક્યુટ બાળકનો વિડીયો એટલો પસંદ આવ્યો કે આ વિડીયો લોકો એકબીજાને સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment