પુરપાટ ઝડપે આવતી કાર બાઈક સવાર બે યુવકો પર પલટી ખાઈ ગઈ, એક યુવકનું કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતના CCTV ફૂટેજ

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે સ્પીડમાં આવતી એક અકાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં બે બાઈક સવાર ઉપર પલટી ખાઈ જાય છે.

આ અકસ્માતની ઘટનામાં એક બાઈક ચાલકનું પણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના સિકરના પિપરાલી રોડ વિસ્તારમાં બની હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતની ઘટના 2 જૂન એટલે કે શનિવારના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.

પીપરાલી રોડ પર ખંડેલા ફાર્મ હાઉસ પાસે રોડની બાજુમાં એક બેકાબુ કાર પલટી ખાઈને બાઈક પર પડી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

બીજા ગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 30 વર્ષના યોગેશ સૈનીનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 20 વર્ષે મનીષ સૈનીની સારવાર ચાલુ છે. રવિવારના રોજ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ યોગેશ સૈનીને મૃતદેહને બન્યા પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે એક બેકાબુ વેગેનાર કાર ડિવાઈડર કૂદીને પલટી ખાઈ જાય છે અને તે કાર સામેથી આવી રહેલા બાઈક સવાર બે યુવકો પર પલટી ખાય છે. આ કારણસર ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*