એક ખાનગી બસે સામેથી આવી રહેલા છોટા હાથીને લગાવી જબરદસ્ત ટક્કર, છોટા હાથીનું ભાંગીને ભુક્કો થઈ ગયો – એક વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના તાલાલ-ગુંદરણ હાઈવે ઉપર બની હતી. અહીં એક ખાનગી બસ એ સામેથી આવી રહેલા છોટા હાથીને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં છોટાહાથ નો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો. આ ઘટનામાં છોટા હાથીમાં સવાર ચાલકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનામાં છોટા હાથીના ચાલક જાલમસિંહ મુળુભાઇ ગોહિલ (ઉંમર 40 વર્ષ) નું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટનામાં 51 વર્ષે ભીમાભાઇ નથુભાઈ ગોહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તલાલા ગીરથી આકોલવાડી ગામ તરફ જતી ગુંદરણ રોડ ઉપર નાગબાપાની બોરડી નજીક ખાનગી બસે સામેથી આવતા છોટાહાથીને ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં છોટાહાથી ચાલકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક વ્યક્તિના ભાઈની ફરિયાદના આધારે ખાનગી બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*