સુરતમાં ધોળા દિવસે માત્ર 5 સેકન્ડમાં 28 લાખ રૂપિયાની લૂંટ…સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ….

સુરત શહેરમાં દિવસેને દિવસે લૂંટની અને ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગઈકાલે સુરતના ઉધના વિસ્તારમાં બનેલી એક લૂંટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માત્ર પાંચ સેકન્ડમાં 28 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ધોળા દિવસે મની ટ્રાન્સફરના કર્મચારીને લૂંટીને ત્રણ યુવકો ફરાર થઈ ગયા હતા.

બાઈક પર આવેલા ત્રણ લુટેરાઓએ માત્ર 5 સેકન્ડમાં 28 લાખ રૂપિયાથી ભરેલું બેગ લઇને ફરાર થઇ ગયા હતા. સમગ્ર લૂંટની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લૂંટની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બાઈક પર આવેલા લુટેરાઓની શોધખોળ શરૂ કરી દીધી છે.મળતી માહિતી અનુસાર જગદીશ ચોક્સી નામના વ્યક્તિ સગરામપુરામાં સાઈ સીટ અને સાઈ સમર્થથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે તેઓ ઓફિસથી નીકળી ઉન, ભેસ્તાન, સચિન અને પાંડેસરાના ડીલરો પાસેથી મની કલેક્શન કરીને બપોરના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે તેઓ સર્વિસ રોડ પર બાઈકની ધીમી કરે છે.

આ દરમિયાન પાછળથી ત્રણ બાઇક સવાર યુવકો ત્યાં આવેને જગદીશભાઈનું બેગ લઈને ફરાર થઈ જાય છે. મળતી માહિતી અનુસાર બેગની અંદર 28 લાખથી પણ વધારે રોકડ રકમ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધની આગળની કાર્યવાહી હાથ ધરી છે. લુટેરાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લુટેરાઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર લુટેરાઓ બાઈક પર સવાર થઈને પાંડેસરાના દક્ષેશ્વર પાસેથી જગદીશભાઈ નો પીછો કરી રહ્યા હતા. ત્યારબાદ લુટેરાઓએ પૈસાથી ભરેલું બેગ જગદીશભાઈ પાસેથી લૂંટી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*