હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તળાવમાં ડૂબી જવાના કારણે બે યુવકોના કારણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મહુધા ડડુસરમાં ભાગોળ આગળ આવેલા તળાવમાં માછલી પકડવા તળાવમાં નાખેલી જાળ ખેંચવા પડેલા યુવકો માંથી એક યુવક તળાવના પાણીમાં ડૂબા લાગ્યો હતો.
જ્યારે બીજો યુવક તેને બચાવવા જાય છે અને તે પણ તળાવના ઉંડા પાણીમાં ડૂબી જાય છે. આ ઘટનામાં બંને યુવકો તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. ઘટના બન્યા બાદ સ્થાનિક તરવૈયાઓ અને ગામના લોકોએ મળીને લગભગ અઢી કલાકની ભારે જહેમત બાદ બન્ને યુવકોના મૃતદેહ અને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર કેટલાક યુવકો પહેલેથી જ તળાવમાં નાખેલી માછલી પકડવાની જાળ ખેંચવા માટે તળાવમાં પડ્યા હતા. ઝાડ ખેંચતી વખતે એક યુવક તળાવના ઊંડા ખાડામાં પડ્યો હતો, તેથી તે ડુબવા લાગ્યો હતો.
યુવકને ડૂબતો જોઈને બીજો યુવક તેને બચાવવા જાય છે, પરંતુ તે પણ તળાવના પાણીમાં ડૂબી જાય છે. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ બંને યુવકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને યુવકો માંથી એક પણ તરતાં આવડતું ન હતું. મૃત્યુ પામેલા એક યુવકનું નામ અજગર હતું અને બીજા યુવકનું નામ સમિર હતું. બંનેના મૃત્યુને કારણે પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું અને ગામના લોકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment