હાલમાં બનેલી એક દૂર ઘટના સામે આવી છે. આ ઘટનામાં ONGCના હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીના કારણે અરબ સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટરમાં 2 પાઇલેટો સહિત 9 લોકો સવાર હતા. જેમાંથી 5 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જ્યારે ચાર લોકોના આ ઘટનામાં કરૂણ મૃત્યુ નિપજ્યા છે.
આ દુર્ઘટના મુંબઈથી 50 નોટિકલ માઇલ દૂર અરબ સાગરમાં બની હતી. મળતી માહિતી અનુસાર પવનહંસ કંપનીના હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલ ખામી આવી ગઈ હતી. તેથી દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમાં લાગેલા ફ્લોટર્સની મદદથી થોડાક સમય હેલિકોપ્ટર પાણીમાં ન ડૂબ્યું હતું.
હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે દરિયામાં ડૂબી જાય તે પહેલાં નેવીના હેલિકોપ્ટરે તમામ નવ લોકોને બહાર કાઢ્યા હતા. 9માંથી ચાર લોકો બેભાન હાલતમાં મળ્યા હતા. તેમને સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ હેલિકોપ્ટર દુર્ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં મહેસાણાના ONGC ઓફિસર મુકેશ.કે પટેલનું કરુણ મૃત્યુ થયું છે. તેમના મૃત્યુના કારણે સમગ્ર મહેસાણા પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
પવનહંસ કંપનીના હેલિકોપ્ટરની વાત કરીએ તો, આ હેલિકોપ્ટરનો સેફટી રેકોર્ડ સારો નથી. પવન હંસકંપની હેલિકોપ્ટર દુર્ઘટનાઓના કારણે બદનામ છે. આ કંપનીના હેલિકોપ્ટર સાથે જોડાયેલી અત્યાર સુધીમાં 20 દુર્ઘટનાઓ થઈ ગઈ છે. જેમાં 91 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી અનુસાર મૂળ મહેસાણાના વતની મુકેશ.કે પટેલ બોમ્બે હાઈમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ હેલિકોપ્ટર દ્વારા ફરજ સ્થળ પર જઇ રહ્યા હતા, ત્યારે તેમની સાથે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment