આજના યુગમાં અભ્યાસનું ખૂબ જ મહત્વ રહેલું છે,ત્યારે એક દાદીમા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ઘડપણની ઉંમરે આવીને ફરી ભણવાનો શરૂ કર્યું. એવામાં આપણે સૌ જાણીએ છીએ કે એ ઉંમરે તો તેઓ માત્ર ભક્તિમાં જ લાગી રહેલા હોય છે ત્યારે આ દાદીમાએ વ્યક્તિ ધારે તો શું ન કરી શકે એ કહેવત સાર્થક કરી બતાવી છે.
ઘણા લોકો આ વાતને માનવા તૈયાર નથી પરંતુ આ વાત સો ટકા સાચી છે. આજના આધુનિક યુગમાં ગણતર ની સાથે ભણતર જરૂરી બન્યું છે, ત્યારે આ દાદીમાં 105 વર્ષની ઉંમરે ચોથા ધોરણની પરીક્ષા આપી જે જાણીને સૌ કોઇને નવાઇ લાગશે.તો ચાલો જાણીએ એ 105 વર્ષના દાદીમા વિશે.
આ દાદીમાં હાલ તો કેરળમાં રહે છે તેમનું નામ ભાગીરથી અમ્મા. જેમણે 105 વર્ષની ઉંમરે ધોરણ ચાર ની પરીક્ષા આપી તેમનું કહેવું છે કે જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે જ તેમના પર પોતાના ભાઈ બહેનની બધી જ જવાબદારી આવી પડી હતી. તેથી તેમણે ધોરણ ચારથી જ ભણવાનું મૂકી દીધું હતું.
એ ભાગીરથી અમ્મા કે જેમણે 8 વર્ષની ઉંમરે પોતાનું ઘર સંભાળ્યું હતું.એવામાં હાલ તેમને એક કહેવતને સાર્થક કરી બતાવી છે કે દેર આયે પર દુરસ્ત આયે. આજે તેઓ સૌથી વૃદ્ધ વિદ્યાર્થી બની ચૂક્યા અને વાત કરીશું તો મંગળવારના દિવસે તેમણે ધોરણ ચારની પરીક્ષા આપી અને માનવી ધારે તો શું ન કરી શકે એ કહેવત સાર્થક કરી.
જ્યારે તેઓ પરીક્ષા આપવા આવ્યા ત્યારે સમાજના ગણમાન્ય લોકો એ તેમની પોતાના હાથે પ્રશ્નપત્ર આપ્યું અને તેમણે પરીક્ષા આપવાનું શરૂ કર્યું હતું. તેમના પતિ વિશે વાત કરીશું તો તેઓ 70 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. તેઓ તેમની ચાર દિકરીઓ અને બે દીકરા નો ભરણપોષણ કરતા ત્યારે ભગીરથી અમ્મા પર નાનપણથી જ ઘરની બધી જવાબદારી આવી પહોંચી હતી. તેથી તેમને સ્કૂલે જવાની ઈચ્છા પૂર્ણ થઈ.
એવામાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સાક્ષરતા મિશનના વસંત કુમારે વાત કરતાં જણાવ્યું હતું કે ખૂબ જ નાની ઉંમરમાં તેમની માતાનું મૃત્યુ થઈ જતાની સાથે તેમના બધા જ ભાઈ બહેન ની જવાબદારી તેમના પર આવી પહોંચી હતી.તેથી તેમણે ચોથા ધોરણથી જ પોતાની સ્કૂલ છોડી દીધી અને ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી.હાલ તેઓ સો વર્ષ પાર કરી ગયા છે પરંતુ તેમની યાદશક્તિ તો એવી ને એવી જ છે જ્યારે આ વાત જાણીને ખૂબ જ આશ્ચર્ય ચકિત થયા હશો પરંતુ આ વાત તદ્દન સાચી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment