અમરેલી જિલ્લાના બગસરાના ગ્રામ્ય પંથકમાં ગઇકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે સ્થાનિક નદી નાળાઓમાં નવા નીરની આવક થઇ હતી. ત્યારે સનાળીયાથી જામકા વચ્ચે આવતા કોઝવે પર બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઝવે પરથી વીજ કંપનીનો કર્મચારી પોતાની બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો.
આ દરમ્યાન પાણીના જોરદાર પ્રવાહમાં તે તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ઘટનાના બીજા દિવસે યુવકનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક જેટકોlમાં નોકરી કરતો હતો.
યુવકનું નામ ખુશાલભાઈ ધીરુભાઈ વેકરીયા હતું. ગઈકાલે બગસરા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન ખુશાલ પોતાની બાઈક ઉપર સનાળિયા-જામકા વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કોઝવે પરથી પૂરનું પાણી જઈ રહ્યું હતું.
ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં ખુશાલ બાઈક સાથે પાણીમાં તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે ખુશાલની શોધખોળ શરૂ કરી હતી. લગભગ 16 કલાકની ભારે જહેમત બાદ ખુશાલનું મૃતદેહ મળી આવ્યું હતું.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ખુશાલના મૃત્યુના કારણે તેના માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા બગસરાના મામલતદાર, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય જેવી કાકડિયા પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment