આજે દરેક લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે,ત્યારે પરિવારના બધા જ સભ્યોને પોતાનું જીવન જીવવા માટે કંઈક ને કંઈક કામ કરવું પડતું હોય છે. તેવામાં ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેમને દિવસ દરમિયાન કામ કરીને ખાવાની સગવડો ઊભી કરતા હોય છે, તો ઘણા લોકોને તો એક ટકનું ખાવામાં પણ ફાફા પડતા હોય છે.
આપણી આસપાસ પણ એવા ઘણા લોકો છે કે જેઓ આખો દિવસ કામ કરીને તેમનું જીવન પસાર કરતા હોય છે. એવામાં આજે આપણે એક પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પરિવાર આજે ખૂબ જ મોટી દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને તેમની હાલની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી બને છે.
આજે આ પરિવાર કે જેમને ક્યારેક તો આખા દિવસની મહેનત કર્યા પછી પણ ભૂખ્યા સૂવું પડે છે. આ પરિવાર વડોદરાનો છે જેમાં પરિવારના મોભીનું નામ નીતિનભાઈ છે તેમને એક દીકરી તેમની પત્ની છે. આ પરિવારમાં એ નીતિનભાઈની દીકરી નું નામ નૂપુર અને પત્ની હસુમતીબેન અને તેમની માતાનું નામ કમલાબેન છે.
પરિવારના મોભી એવા નીતિનભાઈ કે જેઓ દરજી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ તેમની એક ખોટી ટેવ ના લીધે તેઓ બીમાર રહે છે, તેથી કોઈ કામ કરી શકતા નથી. એવામાં આજે તેમના પત્ની હસુમતીબેન આખા ઘરની જવાબદારી ઉપાડવા માટે મજબૂર બન્યા છે. તેઓ આખો દિવસ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજે આ પરિવારની સ્થિતિ ખૂબ જ દયનીય બની હોય તેમ લાગી રહ્યું છે.
આ આખો પરિવાર આજે ખૂબ જ તકલીફોમાં દિવસો પસાર કરી રહ્યા છે,ત્યારે તેમને એક દિકરો છે કે જે ચોથા ધોરણમાં આવ્યો છે અને દીકરી આઠમાં ધોરણમાં. એ બંનેને ભણાવવા માટેની પણ તેમની પાસે સગવડો નથી અને એ બંને બાળકો ભણવામાં હોશિયાર હોવાથી તેમને ભણાવવા માટે એ પરિવાર રાત-દિવસ મહેનત કરીને ભૂખ્યા પણ સૂઈ રહે છે પરંતુ બંને બાળકોને ભણાવી રહ્યા છે.
આજે આ પરિવારમાં નીતિનભાઈ ની ખરાબ ટેવનાં લીધે આજે આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો છે અને તે મુશ્કેલી દિવસો પસાર કરવા માટે છે. આજે આખા પરિવાર નો કોઈ આશરો જ નથી. ત્યારે જો આવા લોકોની મદદ કરવામાં આવે તો પુણ્ય નું કામ કહી શકાય. જો આવા જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા માંગો છો તો આ નંબર પર કોલ કરો. 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment