હાલમાં વડોદરામાંથી બનેલું એક રુવાડા ઉભા કરી દે અને વિચલીત કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો વડોદરાના ખટંબા માંથી સામે આવ્યો છે. અહીં એક યુવકે પોતાની બહેન અને માતા ઉપર જાહેરમાં ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં માતા અને બેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બંનેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આટલું જ નહીં પરંતુ આરોપી ભાઈ વિડીયો ઉતારી રહેલા લોકોને અભદ્ર ઇશારા પણ કરે છે. મળતી માહિતી અનુસાર ખટંબા ખાતે આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષીય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને બે સંતાનો છે.
એક 24 વર્ષનો દીકરો છે અને એક 21 વર્ષની દીકરી છે. 24 વર્ષીય દીકરો ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સ માં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે 21 વર્ષની દીકરી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સમગ્ર ઘટનાને લઇને માતાએ જણાવ્યું કે, 18 જૂને સાંજે ચાર વાગ્યાની આસપાસ તેનો દીકરો ગુસ્સામાં હોય તેવું લાગ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઘરમાં નાણાકીય સંક્રમણને લીધે દીકરો માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેની માતા ઉપર અચાનક ગુસ્સો કરીને જોર જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સામાં જઈને માતાએ તેને સમજાવ્યો પરંતુ તે સમજવા તૈયાર જ ન હતો.
તેને સમજાવવા માટે માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી. તેથી દીકરી ફટાફટ ઘરે આવી ગઈ અને પોતાના ભાઈને ગુસ્સો ન કરવાનો સમજાવા લાગી હતી. આ દરમિયાન ભાઈનો ગુસ્સો ખૂબ જ વધી ગયો અને તેને ધારદાર વસ્તુ વડે જાહેરમાં રોડ પર પોતાની બહેન પર 11 વખત પ્રહાર કર્યા હતા.
આ દરમિયાન માતા દીકરીને છોડાવવા માટે આવે છે, ત્યારે દીકરો માતા પર પણ ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરે છે. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલી માતા અને દીકરીને બંને 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ વિડીયો તમને વિચલિત કરી શકે છે…
વડોદરામાં ભાઈએ જાહેરમાં પોતાની સગી બહેન પર ધારદાર વસ્તુ વડે 11 વખત પ્રહાર કર્યા, જાણો શા માટે આવું કર્યું… જુઓ વિડિયો pic.twitter.com/pCZ9lGkjE7
— GUJJU ROCKZ (@gujju_rockz) June 22, 2022
આ વિડીયો તમને વિચલિત કરી શકે છે… માતા અને દીકરીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બંને પોતાના વતન જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે IPC 323 અને 326 ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment