સુરેન્દ્રનગરના લખતર પંથકના વિરમગામ બાજુના રોડ પર આવેલા ગામે વિસ્તારોમાં મંગળવારની સાંજે તોફાની સાંજ બની ગઈ હતી. અહીં વાવાઝોડા અને વરસાદે ભારે તબાહી મચાવી દીધી હતી. અહીં મોટાં મોટાં વંટોળિયા જોવા મળ્યા હતા. આ કારણોસર ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ દ્રશ્યો કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ વંટોળિયાના કારણે 18 વીજળીના થાંભલાઓ ધરાશાયી થઇ ગયા હતા. આ કારણોસર ગ્રામ્ય વિસ્તારમાં અંધકાર છવાઈ ગયો હતો. આ ઉપરાંત ઘર તેમજ દુકાનોમાં પણ ભારે નુકસાન થયું હતું.
ચોમાસાની શરૂઆત થતા જ લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વંટોળિયાના કારણે જ્યોતિપરા ગામના કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. વીજળીના થાંભલા પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાના પગલે ગામનો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.
વંટોળિયા સાથે વરસાદ વરસતા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મંગળવારના રોજ સાંજના સમયે લખતર પંથકના અનેક ગામો વિસ્તારોમાં ભારે પવન અને વંટોળિયા ફૂંકાયા હતાં. આ વંટોળિયાની અસર બહાર જેટલા ગામમાં થઈ હતી.
આવા માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આજરોજ વલસાડમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે.
જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હજુ પણ 21 જિલ્લાઓ એવા છે જ્યાં હજુ વરસાદ પડ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment