તમે સોશિયલ મીડિયામાં ઘણી અકસ્માતની ઘટનાઓને વિડીયો જોયા હશે. અમુક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રોડ પર જઈ રહેલી એક સ્કુટી અચાનક સ્લીપ થઈ જાય છે.
ત્યારે સ્કુટીની પાછળ બેઠેલી મહિલા પોતાની ભૂલ સ્વીકારવાના બદલે, પાછળ આવી રહેલા બુલેટ ચાલક પર પોતાના દોષનો ટોપલો ઠાલવે છે. પરંતુ બુલેટ ચાલકનો કેમેરો ચાલુ હોવાના કારણે મહિલાની ભૂલ કેમેરામાં કેદ થઇ જાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર rvcjinsta નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. ક્યારે વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પુરુષ અને એક મહિલા સ્કુટી પર આરામથી જઈ રહ્યા છે.
ત્યારે અચાનક જ તેમની સ્કુટી સ્લીપ થઈ જાય છે. આ કારણોસર સ્કુટી પર સવાર પુરુષ અને મહિલા રોડ પર પડ્યા હતા. ત્યારે મહિલા અચાનક ઊભી થાય છે અને પાછળ આવી રહેલા બુલેટ ચાલક પર બૂમાબૂમ કરવાનું શરૂ કરી દે છે. મહિલા પોતાની ભૂલ સ્વીકારી નથી અને પોતાનો દોષ નો ટોપલો બુલેટ ચાલક ઠાલવી દે છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે બુલેટ ચાલક એક વીડિયો બનાવી રહ્યો હોય છે અને આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઇ જાય છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જ્યારે સ્કુટી પર સવાર મહિલા અને પુરુષ નીચે પડ્યા ત્યારે બુલેટ ચાલક તેનાથી ખૂબ જ દૂર હતો.
View this post on Instagram
ત્યારબાદ બુલેટ ચાલક લોકોને આ વિડીયો બતાવીને મહિલાની બોલતી બંધ કરાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment