રોડની બાજુમાં આવેલા હેન્ડપંપ માંથી પાણી પી રહેલા, યુવકને પિકઅપ વાહને લીધો અડફેટેમાં – યુવકનું કરુણ મૃત્યુ…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં હેન્ડપંપ માંથી પાણી પી રહેલા યુવકને એક પિકઅપ વાહને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેને સારવાર માટે તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. યુવકનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર આ ઘટના સિધી જિલ્લાના ખડ્ડા ચોકી વિસ્તારના મૌરા ગામમાં બની હતી. આ ઘટનામાં શ્યામુ મિશ્રા નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર શ્યામુ પોતાનું કામ કરીને રામપુરથી ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેને ખૂબ જ તરસ લાગે છે. તેથી તે એક હેન્ડપંપ પાસે પોતાની ગાડી ઉભી રાખે છે. ત્યારબાદ તે રોડની બાજુમાં આવેલા હેન્ડપંપ માંથી પાણી પીવાનું શરૂ કરે છે.

આ દરમિયાન એક પીકઅપ વાહન શ્યામુને જબરદસ્ત ટક્કર લગાવે છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પીકઅપ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત હાલતમાં શ્યામુને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. ત્યાં શ્યામુનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને હજુ સુધી વાહનનો કોઈપણ પ્રકારનો પત્તો લાગ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*