મિત્રો થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને સામેથી આવતી કારે અડફેટેમાં લીધો હતો. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરમાં બની હતી. આ ઘટનાની ખાસ વાત એ છે કે, કારની સ્પીડ વધારે ન હોવા છતાં પણ કારના ડ્રાઈવરે કાર રોકી નહીં. આ ઘટનાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ઘટના સીસીટીવી ફુટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક યુવક રોડની બીજી બાજુ જઈ રહ્યો છે. ત્યારે અચાનક જમણી બાજુથી એક સફેદ રંગની કાર આવે છે. કારને જોઈને યુવક પોતાનો જીવ બચાવવા માટે આગળની તરફ ભાગે છે. જેના કારણે તે કારની ટક્કરથી બચી શકે, પરંતુ કાર ડ્રાઈવર રોકતો નથી અને યુવકને ટક્કર લગાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ સંતોષ હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બની ત્યારે કારની સ્પીડ ઓછી હતી છતાં પણ કાર ચાલકે બ્રેક ન લગાવી.
તેથી આ ઘટનાને લઇને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલકની હજુ પણ કોઈપણ પ્રકારની જાણકારી મળી નથી. ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે.
રોડ ક્રોસ કરી રહેલા યુવકને એક કારે લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું કરુણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/7BYfXJWHYa
— GUJJU ROCKZ (@gujju_rockz) June 20, 2022
વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કારચાલકે યુવકને બચવાનો મોકો જ ન આપ્યો. કારની ટક્કર ના કારણે યુવક રોડ પર નીચે પડી ગયો, ત્યારબાદ કાર યુવક પરથી પસાર થઇ ગઇ હતી. આ કારણોસર યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment