હાલમાં સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે ચોંકી પણ જોશો અને તમને હસવું પણ આવી જશે. આ વિડીયો ઉત્તરપ્રદેશના અલીગઢનો છે. અહીં એક પતિ-પત્ની હોસ્પિટલમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે પતિ-પત્ની સ્કૂટર સાથે પાણીથી ભરેલા નાલામાં પડ્યા હતા.
વરસાદના કારણે નાલામાં પાણી ભરાઈ ગયું હતું. તેથી નાલુ દેખાયું નહીં અને આ ઘટના બની હતી. આ ઘટના ઉત્તરપ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલ અને તેમની પત્ની સાથે બની હતી. પોલીસ કોન્સ્ટેબલ રસ્તાની બાજુમાં આવેલા ક્લિનિકમાં જવા માટે ગયા હતા.
આ દરમિયાન પોતાની પત્ની અને સ્કૂટર સાથે પાણીથી ભરેલા ઊંડા ખાડામાં ખાબકયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ અન્ય એક મહિલા પણ આ જ ખાડામાં પડી હતી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પોલીસ કોન્સ્ટેબલ પોતાની પત્ની અને સ્કૂટર સાથે પાણીથી ભરેલા ખાડામાં ખાબકે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને તેઓએ પોલીસ કોન્સ્ટેબલ અને તેમની પત્ની નો જીવ બચાવી લીધો હતો.
ત્યારબાદ અન્ય લોકોની મદદથી સ્કૂટરને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Visuals from UP’s Aligarh.
Leaving this here. pic.twitter.com/bOhACL96IW
— Piyush Rai (@Benarasiyaa) June 18, 2022
ટ્વિટર પર એક યુઝર્સે લખ્યુ હતું કે, વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, જય હો બાબા કી.. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ટ્વિટરમાં Piyush Rai નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment