ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી છે. ત્યારે જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામના એક યુવકે બે દિવસ પહેલાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. યુવાનના મૃત્યુના બે દિવસ બાદ યુવકે લખેલી એક સુસાઈડ નોટ મળી આવી છે.
આ સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, ‘ I LOVE YOU MOM’ મારી હવે જીવવાની કોઈ ઈચ્છા નથી, એટલે મેં આવું કર્યું. ઓલાએ બે ઝાપટ લગાવી હતી, તે મારાથી સહન ન થયું. મારાથી સહન ના થયું, મને ઓલાએ બે ઝાપટ લગાવી. ગામમાં મારી વાહે તમારે ખોટું સહન કરવું પડ્યું, તે મારાથી સહન ન થયું.
છેલ્લે “સોરી માં” I LOVE YOU લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સુસાઇડ નોટ મળી આવ્યા બાદ પોલીસે ગામના એક વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર નરેશ કુંભાભાઈ પારીયા જેવો જામનગર નજીક આવેલા મોટી બાણુંગાર ગામમાં આંબેડકર ચોકમાં રહે છે.
નરેશભાઈ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેશભાઈના 22 વર્ષીય દીકરા સાવને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. બે દિવસ પહેલા સાવનને સામાન્ય અકસ્માતના મામલે પ્રભુ જેઠાભાઇ નામના યુવકે ગાલ પર બે ઝાપટ લગાવી હતી.
આ વાત સાવનને સહન ન થઈ અને તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સાવનના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તેના મૃત્યુના બે દિવસ બાદ તેને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment