રાજકોટ જિલ્લાના જેતપુરના વાળાડુંગરા ગામે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં વીજ કરંટ લાગવાના કારણે બે યુવા ખેડૂતોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. એક સાથે એક જ ગામના બે યુવાનોના મૃત્યુ નિપજતા આખા ગામમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા બંને યુવાનોના લગ્ન ગયા વર્ષે થયા હતા.
બંને યુવાનોના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનામાં વિપુલભાઈ ધનુભાઈ સરવૈયા અને રીકીન ભનુભાઈ મકવાણા નામના બે યુવાનોના મૃત્યુ નિપજયા હતા. મળતી માહિતી અનુસાર જેતપુરના વાળાડુંગરા ગામે છાપરવાડી ડેમ કાંઠે આવેલ પાણીના ખાડા બંને બંને યુવાનો ઇલેક્ટ્રિક મોટર ઉતારવા ગયા હતા.
મળતી માહિતી અનુસાર વિપુલ મોટર ઉતારતો હતો અને રીકીન તેને મદદ કરતો હતો. આ દરમિયાન બંનેને અચાનક વીજકરંટ લાગ્યો હતા. આ કારણોસર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તેથી બંનેના કરૂણ મૃત્યુ થયા હતા.
બંને યુવાનોના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. માત્ર બે હજારની વસ્તી ધરાવતા આ નાનકડા ગામના બે યુવાનોના મૃત્યુ થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજકોટમાં બે વર્ષ પહેલાં પણ એક આવી જ ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment